હળવદ : જંગલમાં વૃક્ષોનું નિકંદન કાઢતાં 5 સામે ગુનો દાખલ

હળવદના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોને નુકશાન પહોચાડવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે વનવિભાગને મળેલી બાતમીના આધારે ચંદ્રગઢના જંગલ વિસ્તારમાં રેડ કરતાં જેસીબી મશીનથી વૃક્ષોનું નિકંદન કાઢતાં 2 જેસીબી અંદાજે 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને પોતાના અંગત સ્વાર્થ માટે પર્યાવરણ અને જંગલના વૃક્ષોને નુકશાન પહોચાડતા 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વન વિભાગની કચેરીએથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપુર)ગામે જેસીબી મશીનથી જંગલમાં વૃક્ષો કાપવાની બાતમી મળતા નાયબ વન સંરક્ષકના માર્ગદર્શનથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.આર.મકવાણા,ફોરેસ્ટર જયરાજ વાળા, ફોરેસ્ટર વી ડી ડામોરભાઈ,ફોરેસ્ટર જીલુભાઈ ડાંગર અને હરેશભાઇ સોનગરાએ ગણતરીની કલાકોમાં પહોંચી અને વનવિભાગની હદમાં વૃક્ષો નિકંદન કાઢીને જમીન સપાટ કરી રહેલા GJ-12-BJ-4507 અને GJ-08-AL-0406 જેસીબી મશીન અંદાજે કિંમત 28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યા હતા જ્યારે વનવિભાગની હદમાં વૃક્ષોને નુકશાન પહોંચાડવા બદલ રાજેશભાઈ ગેલાભાઈ ભરવાડ,રમતુભાઈ નાનુભાઈ ભરવાડ,મનસુખભાઈ ગોવિંદભાઈ કોળી,જેકમ આસુદિનખાન અને ઇમરાનખાન સમશેરખાન વિરુદ્ધ ભારતીય વન વિભાગ અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો છે.