હળવદ : રણમલપુરમા હત્યામા વળાંક પૈસાની લેતી દેતી મામલે હત્યા

હળવદના રણમલપુરમા બે પિતરાઈ ભાઈઓ વચ્ચે દોઢ લાખ રૂપિયાની લેતી દેતી બાબતે હત્યારા હસમુખ અને હરેશભાઈ વચ્ચે માથાકૂટ હતી જેમા હસમુખે હરેશભાઈને તીક્ષ્ણ હથિયાર મારીને તેની હત્યા કરી નાખી હતી બાદમાં પોલીસને ગુમરાહ કરવા માટે તેને જાતે જ પોતાના શરીર ઉપર ઇજાઓ કરી હતી અને તેને પણ હુમલામાં ઇજા થયેલ છે તેવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમગ્ર ઘટના અંગે કડકાઈથી પુછતાં આરોપીએ ગુનો કબુલ કરી લીધો છે જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
હળવદ તાલુકાનાં રણમલપુર ગામે વાડીએ બે યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે બુકાનીધારીઓએ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ હરેશભાઈ ઉર્ફે કાળુભાઇ ચતુરભાઈ વરમોરા (૩૭)નું મોત નીપજયું છે અને હસમુખ રણછોડભાઇ વરમોરા નામના યુવાનને ગંભીર ઇજાઓ થઈ છે જેથી તે ઇજાગ્રસ્ત યુવાનને ધ્રાંગધ્રા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો તેવુ રટણ આરોપીએ કર્યુ હતું જેમાં મોડી રાત સુધીમાં પોલીસે આ ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે અને ચોકાવનારો આરોપી હસમુખ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં દોઢ લાખ રૂપિયાની લેતી દેતી બાબતે હત્યારા હસમુખ અને હરેશભાઈ વચ્ચે માથાકૂટ હતી જેમા હસમુખે હરેશભાઈને તીક્ષ્ણ હથિયાર મારીને તેની હત્યા કરી નાખી હતી બાદમાં પોલીસને ગુમરાહ કરવા માટે તેને જાતે જ પોતાના શરીર ઉપર ઇજાઓ કરી હતી અને તેને પણ હુમલામાં ઇજા થયેલ છે તેવું જણાવ્યું હતું પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપી હસમુખની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધી આરોપીને જેલ હવાલે કરાયો છે.