હળવદ : લેબોરેટરીમાં એક દર્દીના બે જુદાં જુદાં રીપોર્ટ થતાં તપાસ કરવા માંગ

હળવદની ખાનગી લેબોરેટરીઓમા મનફાવે તેવી ફી ઉઘરાણી કરી અને રીપોર્ટ થતાં હોવાની અનેક ફરીયાદો લોક મુખે ચર્ચામાં સાંભળવા મળતી હોય છે ત્યારે એક દર્દીના બે જુદાં જુદાં રીપોર્ટ આવતા લેબોરેટરીની પોલ ખુલ્લી પડી ગઈ છે જેથી સ્થાનિક તંત્ર દ્વારા લેબોરેટરીઓ પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે દર્દીના સગાએ વિડીયો વાયરલ કરી માંગ કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હાલ કોરોના મહામારીમાં સામાન્ય તાવ આવ્યો હોય તો પણ ડોક્ટરો લેબોરેટરીના રિપોર્ટમાં આગ્રહ વધારે રાખતો હોય છે જે જરૂરી પણ છે પરંતુ હળવદ શહેરમાં આવેલી જુદી જુદી લેબોરેટરીમાં હાલ દર્દીઓ રીતસરના લૂંટી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે જેમાં લેબોરેટરીમાં લોલમલોલ ચાલતો હોવાનું પણ જીવતો જાગતો પુરાવો હળવદ શહેરમાં રહેતા જીજ્ઞેશભાઈ રસીકભાઈનો હળવદની શીવ લેબોરેટરીમા રીપોર્ટ કરાવતા 1 લાખ 12 હજાર પ્લેટલેટ કાઉન્ટ આવ્યા હતાં જ્યારે અમદાવાદ લેબોરેટરીમા 2 લાખ 36 હજાર આવે છે તદુપરાંત તમામ નોર્મલ રીપોર્ટ આવે છે ત્યારે ખોટાં રીપોર્ટના વધારાનો બે લાખ સુધીનો ખર્ચ થયો છે ત્યારે અભણ લોકોને ખોટાં રીપોર્ટ કરાવી ખંખેરતા લેબોરેટરીઓ પર કાર્યવાહી કરવા માટે દર્દીના સગાએ વિડીયો વાયરલ કરી માંગ કરી છે.