હળવદ : ૧૩ ગામના ખેડુતોએ લાકડીયા વડોદરા વિજલાઈનનો કર્યો વિરોધ

હળવદમા જુદા જુદા ૧૩ જેટલા ખેડુતોએ આજે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો છે જેમાં લાકડીયા વડોદરા ૭૬૫ કેવી લાઈન ખેડુતોની જમીનમાથી પસાર થઈ રહી છે જે ખેડુતોની મંજુરી વગર ડરાવી ધમકાવી વિજપોલ ઉભાં કરી દેતા હોવાની રજૂઆત કરી છે તો સાથે ખેડુતોને યોગ્ય વળતર તેમજ જિલ્લા કલેકટર તેમનો અવાજ સાંભળે અને યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી.
ખેડુતોની વેદના સરકાર સાંભળે તે માટે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે ૧૩ જેટલા ગામના ખેડુતો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું જેમાં ખેડુતોએ જણાવ્યું હતું કે લાકડીયા વડોદરા ૭૬૫ કેવી વિજલાઈન પસાર થઈ રહી છે જે ખેડુતોની જમીનમાં બિન અધિકૃત રીતે મનસ્વી રીતે ઉભા કરી દેવામાં આવે છે અને ખેડુતોને ધાક ધમકી આપી તેમજ વિજપોલ ઉભા કરી દેવામાં આવી રહ્યાં છે ખેડુતોની જમીનનુ વળતર યોગ્ય આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું જેમા અધિક કલેકટર સાથે ખેડુતોની બેઠક યોજાય હતી પરંતુ ખેડુતોની માંગ છે કે કલેકટર સાથે ખેડુતોની બેઠક થાય જે જમીન સંપાદન માટે સર્વાધિકાર સુરક્ષિત છે ત્યારે હળવદના ૧૩ જેટલા ગામોના ખેડુતોએ યોગ્ય વળતરની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.