Palanpur : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઓનલાઈન સદસ્ય અભિયાન શરૂ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ એવા અલ્પેશજી ઠાકોર સાહેબ દ્વારા એક સદસ્ય નોંધણીનું ઓનલાઇન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં એક મોબાઈલ નંબર દ્વારા એક મિસ કોલ કરીને ઠાકોર સમાજના સભ્યની નોંધણી કરવામાં આવે છે.
આ અભિયાનમાં દરેક ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈઓ તથા બહેનો તેમાં જોડાય તે માટે ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ના સાથ સહકાર થી સિંગર તેમજ વડીલો દ્વારા ઠાકોર સમાજ ના ભાઈ ઓ તથા બહેનો ને નમ્ર અપીલો કરવામાં આવી હતી.
આમ આ ઓનલાઇન સદસ્ય અભિયાન દ્વારા ઠાકોર સમાજ ની વસ્તી ગણતરી કરી શકાશે એ હેતુથી શરૂ કરવામાં આવ્યું છે.
તેથી અલ્પેશભાઇ ઠાકોર સાહેબ દ્વારા જે વિનંતી ઓ કરવામાં આવી છે તે લાગણીઓને ધ્યાન માં લઈને લોકો આ અભિયાન માં સાથ સહકાર આપી રહ્યા છે. અને ખુબ જ નાની ઉંમર માં સંગીત ક્ષેત્રે બહુ જ ઝડપથી પ્રગતિ કરી છે એવા ક્ષત્રિય ઠાકોર સમાજ નું ગૌરવ અને લોકલાડીલા સિંગર એવા હિરલ બેન ઠાકોર દ્વારા ઠાકોર સમાજના દરેક ભાઈઓ તથા બહેનો ને આ ઓનલાઇન સદસ્ય અભિયાનમાં જોડાવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી હતી. તો જે ભાઈઓ, બહેનો હજુ સુધી પણ આ અભિયાનમાં જોડાયા નથી તેમને અલ્પેશ ભાઈ ઠાકોર સાહેબ દ્વારા આ અભિયાનમાં જોડાવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. તો સૌ સાથે મળીને આ અભિયાનમાં જોડાઈએ અને ઠાકોર સમાજ ના બાકી રહેલા બીજા પણ લોકોને આ અભિયાનમાં જોડીએ...