Palanpur : શિક્ષણ મંત્રીના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં શાળાઓ શરૂ

શિક્ષણ મંત્રીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં શાળાઓ શરૂ કરવામાં આવી.
કોરોના સંક્રમણ ને કારણે વડાપ્રધાન સાહેબ શ્રી દ્વારા જે લોકડાઉન કરવામાં આવ્યું તે લોકોના હિત અને રક્ષણ માટે જ કરવામાં આવ્યું હતું. જેથી કરીને લોકો કોરોનાવાયરસ થી સુરક્ષિત રહે. પરંતુ lockdown થવાથી વિદ્યાર્થીઓમાં રહેલું ટેલેન્ટ અને શિક્ષણને પણ ઘણી આડ અસર પહોંચી હતી તેમ છતાં પણ વિદ્યાર્થીઓના શિક્ષણ ને વધારે અસર ન પહોંચે તે માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ દ્વારા પણ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ને ચાલુ રાખ્યો છે. ત્યારે આજે શિક્ષણ મંત્રીના આદેશ પ્રમાણે ફરીથી સ્કૂલો યથાવત કરવામાં આવી છે.
અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા સાહેબ તેમજ શ્રી નૈનેશ ભાઈ દવે સાહેબ તેમજ ADI શ્રી આર.જી.પટેલ તેમજ એસ.બી.પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.તેમના દ્વારા વિદ્યાર્થીઓને શાળા ના પ્રવેશદ્વારે હાથ સેનીટાઇઝર કરાવવામાં આવ્યા ,તેમજ માસ્ક વિનાના વિદ્યાર્થીઓને માસ્ક આપીને સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો હતો.
આમ, સમગ્ર જિલ્લાના શૈક્ષણિક પરિવારના વડા. તરીકે અમારા સ્ટાફ ગણ ને શિખામણો સૂચનાઓ અને અભિનંદન તેમજ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.