Prantij : તુકકલ ઉપર પ્રતિબંધ છતાં બે ઇસમો તુકકલ ચગાવતા ઝડપાયા

ઉતરાયણ પર્વ ના તહેવાર ને લઈને સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર નામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ચાઇનીઝ દોરી કે તુકકલ વેચવું કે ખરીદવુ કે ચકાવવા ઉપર પ્રતિબંધ મુકવામા આવ્યો હતો
ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ ના વિવિધ વિસ્તારોમાં ડ્રો ન કેમેરા દ્વારા નિરીક્ષણ કરી રહી હતી તે દરમ્યાન પ્રાંતિજ ગલેચી ભાગોળ વિસ્તારોમાં અલગ-અલગ ખુલ્લી જગ્યાઓમાં માંથી ચાઇનીઝ તુકકલ સળગાવી ને ચલાવતા બે ઇસમો ડ્રોન કેમેરા ની મદદથી જીલ્લા કલેક્ટર ના જાહેરનામા નો ભગ કરતા પકડાઈ આવ્યાં હતાં જેમાં વિનોદભાઇ બાબુભાઈ વાધેલા ઉ.વર્ષ-૩૦ રહે ગલેચી ભાગોળ તથા નગીના વાડી પાસે થી તાહીર હુસેન સલીમમીયા કુરેશી ઉ.વર્ષ-૨૮ રહે. ગલેચી ભાગોળ પ્રાંતિજ ૯૯૯ કવાટર્સ બન્ને જણા જાહેરનામા નો ભગ કરતાં ખુલ્લું જગ્યા ઉપરથી મળી આવતા પ્રાંતિજ પોલીસે આઇપીસી કલમ-૧૮૮ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનોનોધી બન્ને સામે પ્રાંતિજ પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.