Prantij : વેપારીઓ દ્વારા આપેલ સ્વયંભૂ બંધને વેપારીઓનું સમર્થન

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગર ના વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વયંભૂ બંધ ને વેપારીઓનુ સમર્થન પ્રાંતિજ બજાર સંપૂર્ણ પણે બંધ જોવા મલ્યુ હતું .
હાલ દિવાળી બાદ કોરોના ના પોઝીટીવ કેસો માં પુન ધડખમ વધારો થતાં સરકાર દ્વારા અમદાવાદ ખાતે ૫૭ કલાક નો કરફ્યુ જાહેર કર્યો છે તો સાથે સાથે રાજકોટ , સુરત , વડોદરા ખાતે રાત્રીના ૯ થી સવાર ના ૬ વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુ લગાડવામાં આવ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ ના વિવિધ વેપારીઓ એસોસિયેશન નો દ્રારા પ્રાંતિજ સહિત તાલુકામાં વધતા જતા કોરોના પોઝીટીવ કેસો ને લઈને સ્વયંભૂ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જેમાં પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પણ આ વેપારીઓના નિર્ણય ને સમર્થન આપ્યું હતું તો પ્રાંતિજ ખાતે રવિવાર અને સોમવાર નું એમ બે દિવસ નું વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો જેમાં આજે રવિવાર ના રોજ સવારથીજ પ્રાંતિજ નું બજાર લારીગલ્લા સહિત ના મોટા વેપારીઓ દ્વારા બંધ પડાતા પ્રાંતિજ બજાર સ્વયંભૂ સજજડ બંધ જોવા મળ્યું હતું તો તારીખ ૨૧થી ૩૦ નવેમ્બર સુધી રાત્રીના નવ થી સવાર ના છ વાગ્યા સુધી જનતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે જેમાં પણ પ્રથમ દિવસથીજ જનતા કરફ્યુ મા પણ નગરજનો નું પુરેપૂરૂ સમર્થન જોવા મળી રહ્યું છે.