Prantij : સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકિસન આપવાનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકિસન રસી આપવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રજીસ્ટ્રેશન મુજબ ના ૫૧ કોરોના વોરીયર્સો ને રસી આપવામાં આવી હતી .
છેલ્લા દસ મહિના થી દેશભરમાં કોરોના ની મહામારી થી લોકો ત્રસ્ત બન્યા હતાં ત્યારે કેન્દ્ર સરકાર ના અથાગ પ્રયાસો ના અંતે કોરોનાની રસી શોધીને તબક્કા વાર વિવિધ રાજયો તેમજ જિલ્લાઓમાં રસી કરણ શરૂ કરી દેવામાં આવ્યું છે જેના પગલે પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લોક હેલ્થ ઓફિસર એ.એચ.સોલંકી તથા આરોગ્ય અધિક્ષક ર્ડા.હર્ષ પટેલ ના માર્ગ દર્શન હેઠળ પ્રથમ તબકકે આરોગ્ય વિભાગ માં કોરોના વોરીયર્સો ને રજીસ્ટ્રેશન માં નોંધણી થયાં મુજબ રસીકરણ નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો