Rajpipla : અમદાવાદ થી કેવડિયા આવનાર સી પ્લેન કેવડિયા આવી પોહોચ્યું

પ્રધાનમંત્રી મોદી અમદાવાદ થી કેવડિયા સી પ્લેનમાં આવશે તે સી પ્લેન કેવડિયા આવી પોહોચ્યું
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેન સુવિધા નું લોકાર્પણ કરાશે ભારતમાં સૌ પ્રથમ વખત સી પ્લેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ થી કેવડિયા આવનાર સી પ્લેન આજે કેવડિયા આવી પોહોચ્યું હતું ત્યારબાદ અમદાવાદ જવા રવાના થયું હતું
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગતરોજ માલદીવ થી ઉડાન ભરી સી પ્લેન કોચી પોહોચ્યું હતું ત્યારબાદ આજે ટ્રાયલ માટે કેવડિયા લાવવામાં આવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અનેક આકર્ષણો ઉભા કરાયા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પોહોંચવા માટે પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા ઉભી કરાઈ છે સી પ્લેન સુવિધા શરૂ થતાં ટુરિસ્ટ સી પ્લેન માં બેસીને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકશે તેની સાથે તેઓ આ ક્ષેત્રમાં બનેલા ટુરીસ્ટ પ્લેસને જોઈ શકશે પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરના રોજ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનમાં બેસી કેવડિયા આવશે અને ભારત નું સૌપ્રથમ સી પ્લેન સુવિધા પ્રવાસીઓ માટે લોકાર્પણ કરશે આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે
આગામી ૩૧ મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી.પ્લેન નું લોકાર્પણ કરશે : દિવસ માં ચાર વાર સી પ્લેન અમદાવાદ થી કેવડિયા આવશે
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સી પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કર્યા છે.એ પૈકી ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ અને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજય ડેમ વચ્ચે સી પ્લેન ઉડશે.સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નંબર 3 પર સી પ્લેન ઉતરશે, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચે સી પ્લેનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.હવે પીએમ મોદીના આગમન પહેલાં સાબરમતીમાં સી પ્લેનની તૈયારીનેઅંતિમ ઓપ અપાયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા હાઈડ્રોટ્રાફિકલ સર્વેની કામગીરી બાદ બન્ને રૂટ પર જેટી બનાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.એવિએશન મિનિસ્ટ્રી સાથે કો-ઓર્ડિશન કરી હંગામી ટર્મિનલ પણ ઉભુ કરાયુ છે.ઉડાન યોજના અંતર્ગત આ રૂટ પર 31 ઓક્ટોબરે સી પ્લેન ચાલુ થશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડિયા ખાતે નર્મદા ડેમના તળાવ નંબર 3 પર ગુજરાતના પ્રથમ સી પ્લેનની જેટી અને વોટર એરોડ્રામ બનાવાયું છે, જેમાં ટીકીટ વીંડો અને પ્રવાસીઓ માટેના એક રૂમની વ્યવસ્થા છે.માલદીવથી કેવડિયા આવવા માટે સી પ્લેન રવાના થયું છે, માલદીવથી -કોચીન- ગોવા થઈ સી પ્લેન નર્મદા ડેમના તળાવ નંબર-3 ખાતે 26 મી ઓક્ટોબરે બપોરે 3 વાગે લેન્ડ કરશે.31 મી ઓક્ટોબરે પીએમ મોદી કેવડીયાથી સી પ્લેનનું ઉદ્દઘાટન કરી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે.