Surat : અલ્પસંખ્યક છાત્રવૃત્તિ રાષ્ટ્રીય અભિયાનનું આયોજન કરાયુ

જૈન અલ્પસંખ્યક મહાસંઘ દ્વારા દેશભરમાં અલ્પસંખ્યક છાત્રવૃત્તિ રાષ્ટ્રીય અભિયાનનું આયોજન કરાયુ છે જેમાં સુરતમાં પણ જુદાજુદા 11 સ્થળોએ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ રહ્યા છે.
કેન્દ્ર સરકારના અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા અલ્પસંખ્યક સમુદાયના વિદ્યાર્થીઓને શિક્ષામાં પ્રોત્સાહન મળે તે માટે છાત્રવૃત્તિ યોજના શરૂ કરાઈ છે. જે અંતર્ગત જૈન અલ્પસંખ્યક મહાસંઘ દ્વારા દેશભરમાં અલ્પસંખ્યક છાત્રવૃત્તિ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરાયો છે. જેમાં સુરતમાં પણ જુદાજુદા 11 સ્થળોએ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ રહ્યા છે. જે માં પ્રી મેટ્રિક, પોસ્ટ મેટ્રિક અને અન્ય ટેકનિકલ કોર્સના વિદ્યાર્થીઓને તેનો લાભ અપાશે.
વધુમાં આ શિબિરનો અલ્પસંખ્યક જૈન છાત્રોને મોટી સંખ્યામાં લાભ લેવા આહવાન કરાયુ હતું.