Surat : આમ આદમી પાર્ટી દ્વારા 685 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ

દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસને રકાસ આપનાર આમ આદમી પાર્ટીએ હવે ભાજપના ગઢ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ કબ્જે કરવા કવાયત શરૂ કરી છે. જેના ભાગ રૂપે આમ આદમી પાર્ટી દ્વારા 685 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ હતી.
સુરત મહાનગર પાલિકા સહિત રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખનાર હોય જેને લઈ આપ દ્વારા ઉમેદવારોના નામની બીજી 685 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. દલ્હી સરકારના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ અને ગુજરાતના સહપ્રભારી તેમજ ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ દ્વરા પાલિકા ચુંઠણીઓ માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ હતી. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ગુજરાતમાં શાસક અને વિપક્ષ બન્ને પાર્ટી પર શાબ્દીક પ્રહાર કરતા જણાવ્યુ હતું કે ગુજરાતમાં 25 વર્ષથી રાવણ સમાન ભાજપનું રાજ ચાલી રહ્યું છે અને વિરોધ પક્ષ કોંગ્રેસ કુંભકર્ણની નિંદ્રામાં સુતેલી છે.
આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષધ યોજ્યા બાદ સાંજે સરથાણા ખાતે વિજય સંકલ્પ સભાનું આયોજન કરાયુ હતું. જેમાં વિવિધ રાજકીય અને સામાજીક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનો દાવો કરાયો હતો.