Surat : ઉત્તરાયણ પર્વ ના દિવસે ઉંધિયા ની મજા માણતા સુરતીલાલાઓ

ઉત્તરાયણ પર્વએ સુરતીલાલાઓ ઉંધિયાની મજા માળે છે ત્યારે હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને લઈ વિવિધ રોક સરકારે લગાવે છે જો કે ખાવાપિવાના શોખિસ સુરતીઓએ ઉત્તરાયણના પર્વએ સવારથી જ ઉંધિયાની ખરીદી કરવા દુકાનો બહાર લાઈનો લગાવી હતી.
સુરત શહેરમાં ઉત્તરાયણમાં સુરતીલાલાઓ પતંગની મજા લુંટવાની સાથે પરિવાર અને મિત્રો સાથે સોસાયટી તથા ટેરેસ પર પાર્ટીઓનું ઘણા વર્ષોથી આયોજન કરે છે. અને ઉત્તરાયણની પાર્ટી હોય તેમાં ઉંધિયુ ન હોય તેમ ન બને. જો કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય તમામ તહેવારો ઉજવવા પર સરકારે મનાઈ ફરમાવી છે અને લોકોને ભેગા થવા પર પણ મનાઈ છે. જો કે તેમ છતા ખાવાપિવાના શોખિન સુરતીઓ પરિવાર સાથે ઉત્તરાયણમાં ઉંધિયાની મજા માણવા આતુર થયા હોય તેમ ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ સુરતીઓ ઉંધિયાની દુકાને લાંબી કતારોમાં જોવા મળ્યા હતાં.
સુરતીલાલાઓ દર વર્ષે ઉત્તરાયણના પર્વએ ઘરમાં ખાવાનું ન બનાવી આખો દિવસ ઉત્સવનો મજા માણે છે અને ઉંધિયુ સહિતની વસ્તુઓ મંગાવી પરિવાર-મિત્રો સાથે મળી પાર્ટી કરે છે. જો કે આ વખતે સરકારના કેટલાક આદેશો હોવા છતા પણ ઉત્તરાયણ પર્વની સુરતીઓએ પરિવાર સાથે મજા માણી હતી.