Surat : ઊર્જા ક્ષેત્રની કંપનીઓના કર્મચારીઓ આંદોલન પર ઉતરશે તેવી ચીમકી

ગુજરાત ઉર્જા ક્ષેત્રની તમામ કંપનીઓના કુલ 55 હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સાતમા પગાર પંચના એલાઉન્સ સહિતની માંગણીઓ સાથે 16મીથી આંદોલન કરાનાર હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત ઊર્જા ક્ષેત્રની તમામ કંપનીઓના કુલ 55 હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ સાતમાં પગાર પંચના એલાઉન્સ સહિતની માંગણીઓ સાથે આંદોલન પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અગાઉ અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય ન લેવાતા આખરે ઉત્તરાયણ બાદ 16મીથી કાળી પટ્ટી સાથે કામ કરીને બાદમાં માસ સીએલ સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 40% વેઈટેજ મુજબ બેઝીક સુધારેલ જ્યારે ઉર્જાક્ષેત્રના પાંચમા વેતન પંચના અમલ સમયે સદરતે એલાઉન્સ અકબંધ રાખવા 30ટકા વેઈટેજ મુજબ બેઝીકમાં સુધારો કરેલ જેથી એલાઉન્સ બેઝિક સામે હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમના અન્ય વિભાગો સાથે સરખામણી કરીને મંજૂર કરી અટકાવી રાખેલ છે જે સંપૂર્ણ અન્યાયકર્તા છે.
સંકલન સમિતિ તથા જીયુવીએનએલ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓના માન્ય યુનિયન આસોસિયેશન દ્વારા વારંવાર વિનંતી રૂપે પત્રો આપવા છતાં ઉર્જા ક્ષેત્રના 55 હજાર જેટલા વીજકર્મચારીઓ અને અધિકારીઓ- ઇજનેરઓની નબળાઈ ગણીને અન્યાય થઇ રહ્યો હોવાથી સોળમી જાન્યુઆરીથી આંદોલન પર જવા માટે ફરજ પડી છે.