Surat : એ.પી.એમ.સી. ખાતે ફરી ભારે ભીડ જોવા મળી

સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે એ.પી.એમ.સી. ખાતે ફરી રવિવારે ભારે ભીડ જોવા મળતા મનપા અને પોલીસ તંત્રની નજર ચુક સામે આવી છે. અગાઉ ભારે ભીડ થયાના વિડીયો સામે આવતા પોલીસે બજાર બંધ કરાવ્યો હતો.
ગુજરાત સાથે સુરતમાં પણ કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. સુરત મનપા તંત્ર અને પોલીસ કોરોના સંક્રમણ અટકાવવા તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. સાથે હવે સામાજિક સંસ્થાઓ પણ કોરોનાને લઈ લોકોમાં જાગૃત્તા આવે તેવા પ્રયાસો કરી રહી છે. ત્યારે ફરી સુરતની સૌથી મોટી શાકભાજી માર્કેટ એવી એ.પી.એમ.સી. ખાતે રવિવારે ભીડ ઉમટી પડતા પોલીસ અને મનપા તંત્રની નજર ચુક સામે આવી છે. કોરોના વાઈરસનું સંક્રમણ સતત સુરતમાં વધી રહ્યુ છે ત્યારે લોકોમાં સોશિયલ ડિસ્ટનસનો અભાવ જોવા મળી રહ્યો છે. વધુમાં અગાઉ પણ આવી જ રીતે લોકો ગાઈડ લાઈનનું પાલન ન કરતા હતા ત્યારે પોલીસે આ બજાર બંધ કરાવ્યુ હતુ. જેથી હવે લોકોએ પણ જાતે જ ગાઈડ લાઈનનું પાલન કરવુ જોઈએ તેવી તાતી જરૂર છે.