Surat : કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે મનપા તંત્ર સજ્જ થયુ

કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે મનપા તંત્ર સજ્જ થયુ છે. ત્યારે સુરત મનપા કમિશનર બંછાનિધિ પાની પણ રોડ પર આવી વિવિધ ઝોનમાં રોજેરોજ મુલાકાતો કરી રહ્યા છે જે અંતર્ગત બુધવારે મનપા કમિશનરે વરાછા ઝોન બીની મુલાકાત લીધી હતી.
દિવાળી બાદ સુરતમાં પણ કોરોના બેકાબુ બની ગયો છે. તંત્ર કોરોનાને કાબુમાં લેવા તનતોડ મહેનત કરી રહ્યું છે જો કે હજુ પણ કેટલાક બેજવાબદાર લોકોના કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાત્રી કરફ્યુ સાથે સુરતમાં મનપા કમિશનર પોતે કોરોના પર નજર રાખી રહ્યા છે અને રોજેરોજ અલગ અલગ ઝોન વિસ્તારની મુલાકાત લઈ કોરોના અંગે લોકોને માહિતગાર કરી રહ્યા છે. જે અંતર્ગત બુધવારના રોજ મનપા કમિશનર વરાછા ઝોન બીની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં વરાછા ઝોન બીમાં આવતા યોગીચોક, સીમાડા, મોટા વરાછા સહિતન વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં જઈ વિઝીટ કરી લોકોને માહિતગાર કર્યા હતાં. હાલ સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય જેને લઈ લોકોને સાવચેતીના પગલા લેવાની અપિલ મનપા કમશનર કરી રહ્યા છે.