Surat : કોરોના પોઝિટિવ કેસનો આંક 42827 પર પહોંચી ગયો

સુરત શહેરમાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે. શુક્રવારે કુલ આંક 300 નજીક એટલે કે 299 થયો છે. તો વધુ 4ના મોત થતા તંત્ર દોડતુ થયુ છે. હાલ સુરત મનપા અને પોલીસ તંત્ર દ્વારા વિવિધ ઉદ્યોગોના સંચાલકો સાથે પણ મીટીંગો કરી નિયમોનું પાલન કરવા અપિલ કરાઈ રહી છે. ત્યારે રોજેરોજ વધતા કોરોનાના કેસોને લઈ ફરી સરકાર કડક પગલા લે તો નવાઈ નહી.
સુરત શહેર અને જિલ્લામાં કોરોના હવે બેકાબુ થઈ રહ્યો છે. રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે શુક્રવારે સુરત શહેર અને જિલ્લામાં કોરોના નવા 299 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 42,827 પર પહોંચી ગયુ છે. આ સાથે શહેર જિલ્લામાં વધુ 4 ના મોત સાથે કોરોનાથી મૃત્યુઆંક 1054 થયો છે. શુક્રવારે સુરત શહેરમાંથી 173 અને જિલ્લામાંથી 41 મળી કુલ 1214 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 39,998 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,775 પર પહોંચી ગઈ છે. જેમાં સુરત સિટીમાં કુલ 31,495 કોરોના પોઝિટિવ કેસમાં 773 ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 11,332 કેસ પૈકી 281 ના મોત થયા છે. સુરત સિટીમાં 29,475 અને સુરત જિલ્લામાં 10,523 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.