Surat : ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક ચાલકોને સેફ્ટી બેલ્ટ નું વિતરણ કરાયું

ઉત્તરાયણ પર્વમાં પતંગના કાતિલ દોરાથી પક્ષિઓ સાથે બાઈક સવારો પણ શિકાર બનતા હોય છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક ચાલકોને સેફ્ટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યુ હતું.
સુરતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે કેટલાક લોકો અને પક્ષીઓ માટે આ ઉજવણી જાણે સજા થતી હોય તેમ લાગે છે. ઉત્તરાયણ પર્વએ કાતીલ દોરાથી પક્ષીઓ તો ઈજાગ્રસ્ત થાય છે સાથે હવે વાહન ચાલકો પણ ઈજાગ્રસ્ત થતા કેટલાકના મોત નિપજતા હોય છે. જેને લઈ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વરાછામાં વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ નું વિતરણ કરાયુ હતું. સાથે બાઈક આગળથી કાતિલ દોરો ન આવે તે માટે સુરક્ષા કવચ કહેવાય તેવો સળીયો લગાવાયો હતો. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકભાગીદારીથી આ ઉમદા કામગીરી કરાતા પોલીસની કામગીરીને તમામે આવકારી હતી.
દર વર્ષે ઉત્તરાયણ પર્વએ અનેક બાઈક ચાલકો કાતિલ દોરાથી ઈજાગ્રસ્ત થાય છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસના આ ઉમદા કાર્યને લોકોએ વધાવી લીધો હતો.