Surat : ડિંડોલીમાં રોડ બનાવવાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી

ડિંડોલી ખાતે દિપાલી પાર્કમાં ચાલી રહેલ રોડ બનાવવાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવાતી હોય અને અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરના ખોળામાં હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતાં.
ડિંડોલી ખાતે આવેલી દિપાલી પાર્ક પાસે હાલ રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેજવાબદારી દાખવવામાં આવી રહી છે. રસ્તા બનાવવામાં ડામરમાં રોડ બનાવવામાં બેદરકારી થઈ રહી છે. ત્યારે સ્થાનિકો દ્વારા કોન્ટ્રાક્ટર સામે આક્ષેપો કરી અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરને છાવરતા હોવાના આક્ષેપો કરાયા હતાં. સાથે અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથે સ્થાનિકોની બોલાચાલી પણ થઈ હતી.
હાલ તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે આક્ષેપો થતા આ મામલે તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.