Surat : ત્રિવેણી સોસાયટીની ધોબીની દુકાનમાં ત્રાટક્યા તસ્કરો

વેડરોડ ખાતે આવેલ ત્રિવેણી સોસાયટીની ધોબીની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો મોબાઈલ ની ચોરી કરી ભાગી છુટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.
ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ ઉત્તર પ્રદેસનો અને હાલ વેડરોડ ખાતે આવેલ ત્રિવેણી સોસાયટીમાં રહેતો નિરજ કનોજીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતં કે તે સોસાયટીમાં જ શ્રી ગણેશ લોન્ડ્રી નામે દુકાન ધરાવે છે અને તેની દુકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી દુકાનમાં મુકેલ મોંઘાદાટ બે મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવ અંગે ચોક બજાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.