Surat : તલંગપોરમાં સાંઈબાબા રેસીડેન્સી સામેથી અજાણ્યા ઈસમની હત્યા

સચીન જીઆઈડીસી તલંગપોર ખાતે સાંઈબાબા રેસીડેન્સી પાસે અજાણ્યાઓએ એકને મારમારી લાદીના ટુકડાથી છાતીના ભાગે અને પગે હુમલો કરતા અજાણ્યાનું મોત નિપજ્યુ હતું.
સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચીન જીઆઈડીસી તલંગપોરમાં સાંઈબાબા રેસીડેન્સી સામેથી અજાણ્યા ઈસમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરાતા સ્થળે પહોંચી તપાસ કરતા બે અજાણ્યાએ મૃતકને ચપ્પુના લાદીના ટુકડાથી છાતીના ભાગે તેમજ પગના ભાગે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો સચીન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.