Surat : નવા 268 પોઝીટીવ કેસ સાથે કુલ આંક 33,449 પર પહોંચીયો

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે શુક્રવારે વધુ નવા 268 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 33,449 પર પહોંચી ગયો છે. તો કોરોનાનેને લઈ 977ના મોત નિપજ્યા છે જ્યારે કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા 30,388 પર પહોંચી છે.


સુરત મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 33,449 પર પહોંચી ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 977 થયો છે. શુક્રવારે સુરત
શહેરમાંથી 179 અને જિલ્લામાંથી 107 મળી કુલ 286 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 30,388 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,084 પર
પહોંચી ગઈ છે. જેમાં સુરત સિટીમાં કુલ 24,299 કોરોના પોઝિટિવ કેસમાં 705ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 9,150 કેસ પૈકી 272ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 22,290 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે જિલ્લામાં કુલ 8,098 દર્દી સાજા થયા છે.