Surat : પાંડેસરા યુનિટી ઈન્ડસ્ટ્રીઝના એક કારખાનામાં લાગી આગ

પાંડેસરા યુનિટી ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ એમ્બ્રોઈડરીના સિકવસ બનાવવાના કારખાનામાં અચાનક આગની ઘટના બનતા ભાગદોડ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ફાયરની ટીમે સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. સ્થળ પરથી અને ફાયર સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ યુનિટી ઈન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નંબર 128માં આવેલા એમ્બ્રોઈડરીના સિકવસ બનાવતા કારખાનામાં અચાનક આગની ઘટના બની હતી. બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો જો કે લાખોની મત્તા આગમાં સ્વાહ થઈ ગઈ હતી.