Surat : પ્રતિબંધીત સિન્થેટીક દોરીના બોબીન વેંચનારાઓને પોલીસે ઝડપી પાડ્યા

પ્રતિબંધીત સિન્થેટીક દોરીના બોબીન વેંચનારાઓને પી.સી.બી. પોલીસે ઝડપી પાડી અડધા લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉત્તરાયણમાં કાતિલ દોરી ના વેચાણ પર પ્રતિબંધ હોવા છતા પણ કેટલાક વેપારીઓ રૂપિયા રળી લેવા માટે સિન્થેટીક દોરીનું વેચાણ કરે છે. ત્યારે પી.સી.બી. પોલીસે બાતમીના આધારે વરાછા, માતાવાડી, આંબાવાડી, અક્ષર નિવાસ દુકાન નંબર 26માંથી પ્રતિબંધીત સિન્થેટીક દોરીના બોબીન, દોરી વેચાણના રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન મળી 51 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. અને સિન્થેટીક દોરી વેંચનાર કેવિન માંગુકીયા તથા રાહુલ વેકરીયાને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ વરાછઆ પોલીસ મથકે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.