Surat : પાલિકા દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહા અભિયાન

સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહા અભિયાન હાથ ધરાયુ છે ત્યારે રાંદેર ઝોન વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મનપા દ્વારા ટેસ્ટીંગ કરાઈ રહ્યું હોય જ્યાં લોકો પણ હોંશભેર ટેસ્ટ કરાવી રહ્યા છે.
સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે મનપા તંત્ર પણ કોરોના સંક્રમણ અટકાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. ત્યારે હાલમાં ચાલી રહેલ લગ્ન પ્રસંગમાં પણ મનપા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા કામગીરી કરાઈ રહી છે. જેના અનુસંધાને સુરત મનપા દ્વારા રાંદેર ઝોન વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓનું ટેસ્ટિંગ કરાયુ હતું. જેમાં 225 કોરોના ટેસ્ટ કરાયા હતાં. જાનૈયાઓ પણ હોંશભેર કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. હાલ સુરતમાં શિયાળાની ઋતુની સાથે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારે મનપા તંત્ર પણ કોરોનાને અટકાવવા તનતોડ મહેનત કરી રહ્યું છે.