Surat : મોપેડ પર જઈ રહેલો યુવક નું પતંગના દોરીથી ગળુ કપાયુ

ડિંડોલી મિલેનિયમ પાર્કમાં રહેતો યુવક બારડોલી બહેનને મળવા જઈ રહ્યો હતો. આ દરમિયાન પતંગના દોરાથી ગળે ઈજા પહોંચી હતી. મોપેડ પર જઈ રહેલો અર્પિત સંજય અગ્રવાલને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.10થી 12 સેન્ટિમીટર ઊંડો અને 12 ટાંકા આવે તેવા ઘા વાગતાં સિવિલની માઈનોર ઓપરેશન થિએટરમાં સારવાર કરાઈ હતી.
બારડોલી ખાતે રહેતી બહેનને મળવા જતા ડિંડોલીમાં રહેતા યુવાન અર્પિત સંજય અગ્રવાલનું પતંગના દોરાથી ગળું કપાઈ જતા 108માં સિવિલ ખસેડાયો હતો. પીડિત અર્પિત અગ્રવાલ ફાયર સેફટીના કામકાજ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આજે મકરસંક્રાંતિએ અર્પિત મોપેડ ઉપર મિત્રને લઈ બહેનને મળવા જતા દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. તો ઈજાગ્રસ્ત અર્પિતના મિત્રોએ જણાવ્યુ હતું કે, ઘટના લગભગ 12 વાગ્યાની આજુબાજુ બની હોય એમ કહી શકાય છે. ગળુ ગંભીર રીતે કપાઈ જતા હાલ અર્પિતને ઓપરેશનમાં લેવાયો છે. એની સાથે જે મિત્ર હતો તેણે જણાવ્યું હતું કે, દોરો આંખ સામે આવી જતા અર્પિત દોરો હટાવવા જતા મોઢા પરથી રૂમાલ હતી ગયો હતો અને દોરાએ ગળું ચીરી નાખ્યું હતું. જોકે તાત્કાલિક 108ને કોલ કરી અર્પિતને સિવિલ લઈ આવતા હાલ તબિયત સાધારણ છે.10-12 સેન્ટિમીટરનો ઘા અને 10 થી 12 ટાકા આવી શકે એવી શક્યતા છે.