Surat : મનપા કમિશનરે વિવિધ સોસાયટીઓમાં પહોંચી વિઝીટ કરી

સુરતમાં ફરી કોરોનાની બીજી વેવ શરૂ થઈ હોય જેને લઈ સરકાર દ્વારા રાત્રી કરફ્યુની શનિવારથી શરૂઆત કરાઈ છે. ત્યારે સુરત મનપા કમિશનર પણ રવિવારે સવારથી જ વિવિધ સોસાયટીઓમાં પહોંચી વિઝીટ કરી હતી અને સોસાયટીઓનો તાગ મેળવી સલાહ સુચનો કર્યા હતાં.
સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરી સુચન કર્યુ હતું કે બહારગામથી આવનારાઓની માહિતી પાલિકાને આપવાની રહેશે. આ સાથે તેમણે ડોક્ટર એસો. સાથે મિટિંગ યોજી હોસ્પિટલોને બેડ, ઓક્સિજનની વ્યવસ્થા, વેન્ટીલેટર, સ્ટાફ આવશ્યક તમામ સાધન ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો છે. લેબોરેટરીમાં વધુમાં વધુ ટેસ્ટ કરવા સુચન કરાયું છે. 90 ઘન્વંતરી રથો ને 360 વિસ્તારોને આવરી લઈ આરોગ્ય લક્ષી સરવે વધાર્યું છે. એન્ટ્રી પોઇન્ટો પર ચેકિંગ સાથે ટીમ વધારાઈ છે. બહારગામથી આવનારાઓનું ચેકિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારાયું છે. મનપા કમિશનરએ વિવિધ ઝોનમાં જઈ ત્યાંની સોસાયટીઓના રહિશો સાથે ચર્ચા પણ કરી હતી. તો કતારગામ વિસ્તારમાં પહોંચેલા મનપા કમિશનર બંછાનિધિ પાની અને મેયર ડોક્ટર જગદીશ પટેલએ મીડિયા સાથે વાત કરી હતી.
કોરોનાને લઈ ફરી રાત્રી કરફ્યુ લાગુ કરાયો છે ત્યારે પ્રથમ દિવસે એટલે કે રવિવારે કેટલાક વિસ્તારોમાં લોકો ભેગા થયા હતા જો કે હવે બીજા દિવસથી તંત્ર કડક કાર્યવાહી હાથ ધરશે. અને મનપા તથા પોલીસ મળી કાર્યવાહી કરશે.