Surat : મહિલા ટીઆરબીનો વિડીયો થયો વાયરલ

માત્ર ટ્રાફિક નિયમન માટે મુકાયેલ ટીઆરબી વારંવાર રૂપિયા લેતા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે ત્યારે હવે મહિલા ટીઆરબીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ટેમ્પા ચાલકો પાસેથી રૂપિયા પડાવતી હોવાનું વિડીયોમાં દેખાય છે. હાલ ભાઠેના નામે આ વિડીયો શોસિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સુરત પોલીસને સહાયતા થાય તે માટે ટ્રાફિક નિયમન કરવા માટે ટી.આર.બી.ની નિમણૂંક કરાઈ છે. જો કે ટ્રાફિક નિયમન માટે મુકાયેલ આ ટી.આર.બી.ને ભ્રષ્ટાચારની હવા લાગી હોય તેમ લાગે છે. અગાઉ અનેક વખત ટીઆરબી જવાનોના વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતા વિડીયો સામે આવ્યા છે ત્યારે ફરી આવો જ એક વિડીયો શોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં હિલા ટીઆરબી ટેમ્પાવાળાઓ પાસેથી રૂપિયા પડાવતી હોવાનું દેખાય છે. આ વાયરલ વિડીયો ભાઠેના સમ્રાટ સ્કુલ પાસેનો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે હાલ તો ટેમ્પા ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતી આ મહિલા ટીઆરબી સામે તાત્કાલિક પગલા લેવામાં આવે અને હવે માત્ર ટ્રાફિક નિયમન માટે નિમણૂંક કરાયેલ ટીઆરબી જવાનો રૂપિયા ન ઉઘરાવે તેની તકેદારી ઉપરી અધિકારીઓ રાખે તેવી તાતી જરૂર છે.