Surat : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ આમ આદમી પાર્ટી ચર્ચામાં

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ આમ આદમી પાર્ટી હાલ ચર્ચામાં આવી રહી છે. સુરત મહાનગર પાલિકાના વહિવટી શાસન સહિતના સત્તાપક્ષ અને વિપક્ષ સામે આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોલખોલ અભિયાન શરૂ કરાયો હોય જેમાં પ્રથમ જ સુરત મપાનો મહત્વપુર્ણ મુદ્દો ઉઠાવાયો હતો. જેમાં વેરા વસુલાતમાં ભ્રષ્ટાચારને કારણે સામાન્ય જનતા પર વેરાનો બોજો વધ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
સુરત મહાનગર પાલિકાની ચુંટણી આવે તે પહેલા જ પ્રજાના પ્રશ્નો સાથે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી ગયું છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા પોલખોલ અભિયાન શરૂ કર્યો છે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા વેરા વસુલાતમાં ખાનગી કંપનીઓ, મોબાઈલ ટાવરો, બેંકો, મિલો અને પાર્ટી પ્લોટો પાસેથી બાકી વેરા ઉઘરાણામાં ભ્રષ્ટાચારના કારણે સામાન્ય જનતા પર વેરાનો બોજો વધ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે ઉધના ઝોન, અઠવા ઝઓન, રાંદેર ઝોન, વરાછા ઝોન એ, વરાછા ઝોન બી, લિંબાયત ઝોન, કતારગામ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં હાલ 732 કરોડ 34 લાખથી વધુનો વેરો ઉઘરાવવાનો બાકી છે.
વધુમાં આટલી મોટી માતબર રકમ મનપા દ્વારા વસુલાતમાં બાકી છે જેનો ભોગ સામાન્ય અને ગરીબ લોકો બની રહ્યા છે. અને દેશની ધનાઢ્ય કોર્પોરેટર સુરત મહાનગર પાલિકા ગણાતી હોય જે ભાજપ શાસકોના અણધડ નિર્ણય, તઘલખી વહિવટ અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે 200 કરોડની લોન લઈને દેવાદાર બની ગઈ છે તેમ પણ જણાવાયુ હતું.