Upleta : મુસ્લિમોના તહેવાર જશને ગોશિયા ની સાદગી પૂર્વ ઉજવણી કરાઈ

ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર જશને ગોશિયા એટલે કે ગ્યારવી સરીફ ની ઈદ નિમિતે સાદગી પૂર્વ ઉજવણી કરાઈ હતી
ઉપલેટામાં મુસ્લિમોના ઓલિયા ગૌસે આજમ દસ્તકિર ની ગ્યારવી સરીફ નો દિવસ હોય જેના સંદર્ભમાં આજ ના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખુબજ મોટા પ્રમાણમાં ઇદની ઉજવણી કરવામાં આવતી હોય છે. અને પંચહાટડી વિસ્તારમાં થી લઈ ગાંધી ચોક, જીકરિયા ચોક ,અસ્વીન ચોક જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઇદનું જુલશ કાઢવામાં આવતું હોય છે જેમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાજના સ્ટોલ લગાવામાં આવતા હોય છે જેમાં કોઈ પણ જાતના નાતભાત કે ભેદભાવ વગર સર્વે લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે
પણ હાલ કોરોનાની મહામારી ચાલતી હોય જેના કારણે તમામ તહેવારો સાદકી પૂર્ણ ઉજવવામાં આવી રહ્યા હોય અને સરકાર શ્રી ના જાહેરનામા મુજબ સોસિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખી ઉપલેટા માં આ વર્ષે ઇદની ઉજવણી ખુબજ સાદગી પૂર્ણ કરવામાં આવી હતી અને જાહેર માર્ગો પર નીકળતા જુલશ તેમજ મોટા પ્રમાણમાં થતા અન્ય કાર્યક્રમો પણ બંધ રાખી ખુબજ સાદગી થી અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમા ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો હનીફભાઈ કોડી, દિલાવરભાઈ હિંગોરા,રફીકભાઈ શેખ,શિદીકભાઈ બાવાણી , સીરાજભાઈ શેખ, અફજલબાપુ કાદરી, રિયાજભાઈ ગણોદ વારા, સહિતના તમામ આગેવાનો હાજર રહ્યા હતા.