Upleta : શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સંગઠન અને સંકલન બેઠક યોજાઈ

ઉપલેટામાં આગામી આવનારી ચૂંટણીઓના અનુસંધાને ઉપલેટા  શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સંગઠન અને સંકલન બેઠક યોજાઈ.
આગામી થોડા સમયમાં રાજ્યની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારોની પસંદગી તેમજ આગામી ચૂંટણીઓની તૈયારીને લઈને મીટીંગો તેમજ બેઠક યોજાતી હોય છે ત્યારે ઉપલેટામાં પણ આગામી આવનારી ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓના અનુસંધાને ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા એક સંગઠન અને સંકલન બેઠક યોજાઇ હતી.
આ બેઠક મિટિંગની અંદર ચૂંટણી સંદર્ભે ઉમેદવારોની પસંદગી કઇ રીતે કરવામાં આવશે તેમજ ચૂંટણી સંદર્ભે જવાબદારીઓ પણ આ તકે સોંપવામાં આવી હતી સાથે સાથે આ કાર્યક્રમમાં અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ભીખુભાઈ વરોતરિયા પણ ઉપસ્થિત હતા. ઉપલેટા અને ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષ તરફથી તમામ કામગીરી અને ચૂંટણીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય લલિત વસોયાએ પણ જણાવ્યું હતું કે તમામ કાર્યકર્તાઓ અને બુથના કાર્યકર્તાઓ આજથી જ કાર્ય શરૂ કરી દે તેવી પણ વાત આ તકે કરવામાં આવી હતી.