WHO ની ચેતવણી - ફક્ત રસી કોરોનાને ખતમ નહિ કરી શકે

WHO ની ચેતવણી - ફક્ત રસી કોરોનાને ખતમ નહિ કરી શકે

WHOના ચીફ ટેડ્રોસએ કહ્યું હતું કે ભલે દુનિયામાં કોઈપણ રસી બની જાય પરંતુ તે એકલી કોરોનાની મહામારીને નહીં રોકી શકે. આપણે રસીને તમામ રીતે અમલમાં લાવવી જોઈએ પરંતુ એવું નથી કે રસી આવ્યા બાદ તમામ ટ્રીટમેન્ટ સિસ્ટમ રિપ્લેસ કરી દેવામાં આવે જે અત્યારે વપરાઈ રહી છે. ટેડ્રોસે રસીની સપ્લાઈ ચેન અંગે જણાવ્યું હતું કે રસીનું નિર્માણ થાય છે તો તેને શરુઆતમાં હેલ્થ વર્કર્સને આપવામાં આવશે આ બાદ જનસંખ્યાના અન્ય લોકોની પ્રાયોરિટી નક્કી કરવામાં આવશે એ નક્કી છે કે રસી આવ્યા બાદ કોરોનાથી થનારા મોતની સંખ્યામાં ઘટાડો નોંધાશે અને હેલ્થ સિસ્ટમ સારી થશે અને ચેતવણી આપતા કહ્યું હતું કે રસી આવ્યા બાદ સંક્રમણ ફેલાવાની પર્યાપ્ત સંભાવના રહેશે. રસી આવ્યા બાદ લોકોનું ઓબ્જર્વેશન કરવા, તેમના ટેસ્ટ કરવા અને લક્ષણો દેખાવા પર તેમને આઈસોલેટ કરવાની જરુર રહેશે।
કોરોનાને હરાવવા માટે દુનિયાભરના લોકો રસી બનાવવામાં લાગ્યા છે. રસીને લઈને સારા સમાચાર આવી રહ્યા છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી ચેતવણી આપી છે. WHOના ચીફ એડહાનોમે ચેતવણી આપતા જણાવ્યું છે કે ભલે કોરોનાની અનેક રસી બનાવી લેવામાં આવી હોય પણ તે એકલા હાથે આ બિમારીને ખતમ નહીં કરી શકે.