અમેરિકા તા.11 ડિસેમ્બરે કોરોનાની પહેલી વેક્સીન લગાવી શકે છે.

અમેરિકા તા.11 ડિસેમ્બરે કોરોનાની પહેલી વેક્સીન લગાવી શકે છે.

કોરોના મહામારીનો કેર વધતા ની સાથે દરેક દેશોમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે ત્યારે અમેરિકામાં પણ કોરોના કેસોમાં સતત વધારો થતા કોરોના વેક્સીન બનાવનારી અમેરિકાની દિગ્ગજ કંપની ફાઇજરએ US ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશનને અરજી સોંપી દીધી છે અને તેમાં વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી માગી છે. FDA વેક્સીન સલાહકાર સમિતિ તા.10 ડિસેમ્બરના રોજ મળનારી છે. અમેરિકન કંપની ફાઇઝરે કોરોના વાયરસ સામે 95 ટકા પ્રભાવશાળી રસી વિક્સિત કરી છે અને કંપની આ રસી માટે અમેરિકાની સરકાર પાસે કટોકટીમાં તેનો ઉપયોગ કરવાની માગ કરી રહી છે. ફાઇઝરે જણાવ્યું હતું કે કટોકટી ઉપયોગ પ્રક્રિયાને જલ્દી શરુ કરી શકે છે.
અમેરિકામાં કોરોના વેક્સીન કાર્યક્રમના પ્રમુખ, મોન્સેફ સલોઇએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો તા.10 ડિસેમ્બરે મળનારી FDA સલાહકાર સમિતિની બેઠકમાં મંજૂરી મળી જાય છે તો વેક્સીન બીજા દિવસથી ઉપલબ્ધ થઇ શકે છે. અમારુ લક્ષ્ય છે કે મંજૂરી મળવાના 24 કલાકની અંદર જ વેક્સીન તે જગ્યાએ પહોંચાડવી કે જ્યાં રસીની જરૂર હોય. મને આશા છે કે તા.11 અથવા તા.12 ડિસેમ્બર સુધીમાં વેક્સીન મળી શકે છે.