અમદાવાદમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ લાગુ - રાત્રી લગ્નને પરમિશન નહિ - પો.કમી.સંજય શ્રીવાસ્તવ

અમદાવાદમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ લાગુ - રાત્રી લગ્નને પરમિશન નહિ - પો.કમી.સંજય શ્રીવાસ્તવ

અમદાવાદમાં કોરોના કેસો વધતા 57 કલાકનો કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો જેનો સમય આવતીકાલે સવારે 6 કલાકે પૂર્ણ થતા અમદાવાદ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમદાવાદમાં આવતીકાલે સવારે 6 વાગ્યે 57 કલાકનો કરફ્યુ પૂર્ણ થશે જો કે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યૂ લાગૂ રહેશે।
કોરોના કર્ફ્યુ વચ્ચે ચિંતાજનક સમાચાર છે કે ગઇકાલે 13 પોલીસકર્મી કોરોના સંક્રમિત થયા છે જેને લઇને હાલ 33 પોલીસકર્મી કોરોનાથી સંક્રમિત છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે ગઇકાલે જાહેરનામા ભંગના 293 કેસ થયા છે, 279 લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે તો જાહેરનામા ભંગ બદલ 92 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ 116 ચેક પોઇન્ટ નાકા પર પોલીસ તૈનાત છે રાત્રિ કર્ફ્યુમાં 116 જગ્યાએ પોલીસ રહેશે। અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુને લઇ નવુ જાહેરનામું આવશે જેમાં રાત્રે લગ્નની મંજૂરી નહીં મળે. રાત્રે 9 વાગ્યા સુધીમાં તમામ કાર્યક્રમો પૂર્ણ કરવાના રહેશે હાલ માત્ર અમદાવાદમાં 2 દિવસમાં 70થી વધુ લગ્ન માટે અરજી આવી છે.
આજે અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યુનો અંતિમદિવસ છે. સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા કડકરીતે કર્ફ્યુની અમલવારી કરાવવામાં આવી રહી છે તો બીજી તરફ શહેરીજનો પણ કર્ફ્યુમાં સહકાર આપી રહ્યા છે ત્યારે હવે ફરી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.