અમરેલી : જાફરાબાદમાં લાઇટ હાઉસની શિપીંગ મંત્રાલય દ્વારા વિકાસ માટે પસંદગી

જાફરાબાદમા લાઇટ હાઉસનો શિપીંગ મંત્રાલય દ્રારા વિકાસ માટે પસંદગી કરવાના નિર્ણયને આવકાર્ય સરકારના નિર્ણયથી બોટ એસોસિએશનમાં ખુશીની લહેર રાજયના 17 લાઇટ હાઉસ પૈકી જાફરાબાદ લાઇટ હાઉસને શીપીંગ મંત્રાલય દ્વારા વિકાસ માટે પસંદગી કરાઇ છે.
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ની મહેનતથી જાફરાબાદ ના વિકાસ માં વધારો લોકો માં ખુશી આગામી દિવસોમાં અહી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે . સરકારના આ નિર્ણયની જાફરાબાદ બોટ અ સોસિએશન દ્વારા સરાહના કરાઇ હતી . ભારત સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા ગુજરાતના 17 લાઇટ હાઉસને વિકાસ કરવા નિર્ણય કરાયો છે જેમાં જાફરાબાદના લાઇટ હાઉસનો પણ સમાવેશ કરાયા છે.
હાલ જાફરાબાદ લાઇટ હાઉસની બાજુમાં મંદિર , પાલિકા સંચાલિત પીકનીક હાઉસ જોવા લાયક છે . આ વિસ્તારના લોકો અહી ફરવા માટે આ વી રહ્યાં છે . દરિયાઇ ભાઠાડા પર આવેલ લાઇટ હાઉસ લોકોમાં આકર્ષણ જગાવે છે.
આ ગામી દિવસોમાં લાઇટ હાઉસનો વિકાસ કરાશે જેથી પ્રવાસનને વેગ મળશે . સરકારના આ નિર્ણયને જાફરાબાદ બોટ અ સોસિએશન. હમીરભાઇ સોલંકી તથા સરમણભાઇ બારૈયા પ્રમુખ નગરપાલિકા તથા કનૈયાલાલ સોલંકીદ્વારા સરકાર શ્રી તેમજ મંત્રી શ્રી જવાહર ચાવડા નો આભાર વ્યક્ત કરેલ