અરવલ્લી : એક દિવ્યાંગ બાળકે બનાવ્યું જંતુ મુક્ત ટાવર

અરવલ્લી જિલ્લામાં ચાલત એસ.એસ.આઈ.પી કેન્દ્ર ખાતેથી એક દિવ્યાંગ વિદ્યાર્થીએ જંતુમુક્ત કરતો યુવીસી ટાવર તૈયાર કર્યો છે,, મોડાસાની સર પીટી સાયન્સ કોલેજ ખાતે ચાલતા એસ.એસ.આઈ.પી સેન્ટરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીએ આ કામગીરી કરી છે,, આ ટાવરથી કોરોના સહિત કોઇપણ જંતુને માત્ર ત્રીસ સેકંડમાં નષ્ટ કરી દે છે.. મોટી ઇમારતો, શાળા-કોલેજ ના વર્ગખંડો, સભાગૃહોને જંતુ મુક્ત કરવા એ મોટો પડકાર હોય છે ત્યારે આ સમસ્યાના ઉકેલરૂપે આ પ્રોજેક્ટ દિવ્યાંગ વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયો છે,, જેને સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ એશિયન ઇન્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના આચાર્ય દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું,, અને સરફરજ કુરેશીની ટીમ દ્વારા આ યુવીસી ટાવરના પ્રોજેક્ટનું મોડાસા ખાતે સફળતાપૂર્વક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું,,, આ સાથે જ અવના પ્રોજેક્ટ તૈયાર કરી સમાજ માટે ઉપયોગી કામગીરી કરનાર મોડાસા એસ.એસ.આઈ.પી સેન્ટરને એ ગ્રેડ સાથે આ વર્ષે ઓગણીસમો ક્રમાંક મળ્યો છે..