ઉપલેટા : માર્કેટિંગ યાર્ડ ખાતે ચણા ધાણાની સારી આવક

ઉપલેટા પંથકના ખેડૂતો ખુલ્લી બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ખેત પેદાશો વહેંચવા માટે આવી રહ્યા છે ચાલુ વર્ષે ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્રારા ખરીદ કેન્દ્રો શરૂ છે જેમાં રાજ્ય સરકાર દ્વારા ખરીદી શરૂ છે ત્યારે બીજી તરફ ખુલ્લી બજારમાં ઘઉ ધાણા ચણા એરંડા જીરૂ ખરીદી શરૂ છે તેમાં પણ હાલ ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. ઉપલેટા પંથકના ખેડૂતો હાલ ખુલ્લી બજારમાં પણ પોતાનો ખેત પેદાશો વહેંચી રહ્યા છે ઉપલેટા પંથકના ખેડૂતો હાલ ખુલ્લી બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ખેત પેદાશો અને જણાસીઓ વહેંચવા માટે આવી રહ્યા છે જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ ધઉ ચણાની સારી આવક જોવા મળી છે.