કાંકરેજ : પ્રજાપતિ સમાજના કોમ્યુનિટી હોલનું ખાત મુહૂર્ત કરાયુ

કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરા જુના ગંજમાં નગર પાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નંબર એકમાં જાગોસર તળાવ પાસે પ્રજાપતિ સમાજના કોમ્યુનિટી હોલેનું ખાત મુહૂર્ત કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેર માજી રાજવી પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા,થરા નગર પાલિકા પ્રમુખ ભારતીબેન કે.અખાણીની ઉપસ્થિતિમાં શાસ્ત્રી રાઘવેન્દ્ર કાંતિભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધીવિધાનથી ગઈકાલ તા.૦૩/૦૪/૨૦૨૧ ને શનિવારના રોજ સવારે ૧૧.૧૫ કલાકે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
૧૪ માં નાણાપંચ યોજના અંતર્ગત રૂપિયા સાત લાખ નવ્વાણું હાજર (૭,૯૯,૦૦૦/૦૦) ના ખર્ચે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા,એ.પી.એમ.સી.થરાના ચેરમેન અણદાભાઈ પટેલ,થરા સ્ટેર માજી રાજવી પૃથ્વીરાજસિંહ સી. વાઘેલા,થરા નગર પાલિકા પ્રમુખ ભારતી બેન કે.અખાણી,થરા નગર પાલિકા કારોબારી અધ્યક્ષ ખાનુભા વાઘેલા,જિલ્લા સહ સયોજક અને પાલિકા સંયોજક ઉમેશભાઈ પ્રજાપતિ,ગોદાવરીબેન એસ. ત્રિવેદી,કનુભાઈ બી.ઠક્કર,અણદાભાઈ સામતાભાઈ પટેલ, રાયમલભાઈ ડી.પટેલ,જેન્તીભાઈ ડી.પ્રજાપતિ,કાંતિભાઈ પ્રજાપતિ જય ભગવાન,શક્તિસિંહ ઝાલા, ભુપેન્દ્રસિંહ પરમાર, પ્રદીપસિંહ બી.પરમાર વકીલ,બિસ્મિલ્લાબેન મોરવાડિયા,અગરબેન પ્રજાપતિ,થરા શહેર ભાજપ પ્રમુખ તેજાજી ઠાકોર,થરા નગર પાલિકા કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ તથા જુબેદાબેન મેમણ,કોર્પોરેટર બાબુભાઈ રબારી, પિન્ટુ આર.પ્રજાપતિ દેશી તડકા હોટલ,છનાલાલ દરજી, વિનોદભાઈ શાહ,ભુપતભાજી નગજીજી ગોહિલ, થરા નગર પાલિકા સ્ટાફ,ઓડિટર હિતેશભાઈ મોચી, એસ.આઈ. પ્રવીણભાઈ ચૌધરી, સાગરભાઈ ગોહિલ,રાજુભાઈ પી. પ્રજાપતિ વગેરે હાજર રહેલ હતા..