કાંકરેજ : મામલતદાર કચેરી ખાતે નગરપાલિકાના ફોર્મ ચકાસણીમાં અન્યાય

કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ નગરપાલિકા વોર્ડ નં 3 માં કોગ્રેસ પાર્ટી દ્વારા તેરવાડીયા વાલીબેન ભરતજી નામે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવેલ હતો જે કાલે મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીઓ દ્વારા પોતાના ઘેર સોચલાય ન હોવાના કારણે ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવેલ હતા .જેમાં વોર્ડ નં 3 માં ઘેર સોચાલય ન હોવાથી બે ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જેમાં મીડિયા દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેરવાડીયા બચુજી કે ચેહુંજી ના ઘરે શૌચાલય નથી પરંતુ તેરવાડીયા વાલીબેન ભરતજી ના ઘરે બે સોચાલય આવેલા છે જે વીડિયોની અંદર પણ જોઈ શકાય છે તો શું ,લાગવગ એ જ લાયકાત , કહેવત અહીં લાગુ પડતી હોય તેવું લાગી રહ્યું છે. તો સુતો શું ખરેખર ચુંટણી અધિકારીશ્રીઓ દ્વારા તપાસ કરવામાં આવશે ખરી ખરેખર ચૂંટણી અધિકારીઓએ જોયા વિના ફોર્મ રદ કર્યું હશે તેવું લોકોમાં અનેક તર્ક-વિતર્ક ના ચર્ચા વિચારણાઓ લોકમુખે જોવા મળી હતી. તો સુ આ મીડિયા ના માધ્યમ થી ચૂંટણી અધિકારીઓ દ્વારા રૂબરૂ મળીને તપાસ કરવામાં આવશે ખરા? ચૂંટણી અધિકારીઓ જાગૃત થશે કે આંખ આડા કાન કરશે તે જોવાનું રહ્યું...