કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ વિહોણી - આમ પાર્ટી કેમ ચાલે ? - કપિલ સિમ્બલ

કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ વિહોણી - આમ પાર્ટી કેમ ચાલે ? - કપિલ સિમ્બલ

કોંગ્રેસના પડતીના દિવસોમાં ચૂંટણીમાં હાર બાદ પાર્ટીના જ નેતાઓ આમને સામને થવા લાગ્યા છે હજુ થોડા મહિના પહેલા જ કોંગ્રેસનાં 23 નેતાઓએ સોનિયા ગાંધીને લઇ કેટલાક મુદ્દાઓ પર ફરિયાદ કરી હતી અને તે બાદ હવે ફરીથી કોંગ્રેસમાં વિરોધનું ભૂત ધુણવા લાગ્યું છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કપિલ સિબ્બલે ફરી પોતાનો વિરોધી સુર ઉઠાવતા કહ્યું છે કે કોંગ્રેસ હવે પ્રભાવશાળી પક્ષ રહ્યો જ નથી. દોઢ વર્ષથી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ વગર જ છે આ રીતે તો કંઈ પાર્ટી ચાલે ?
એક ઇન્ટરવ્યુમાં કપિલ સિમ્બલે કહ્યું હતું કે અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેમને પાર્ટીના પ્રમુખ બનવામાં રસ નથી અને ત્યારથી જ કોંગ્રેસ અધ્યક્ષ વિહોણી છે જે વાતને આજે દોઢ વર્ષ થઇ ગયું અને દોઢ વર્ષથી અધ્યક્ષ વગર કોઈ પાર્ટી ચાલી શકે. કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ નથી ખબર કે આખરે ભવિષ્યમાં શું કરવાનું છે.
કપિલ સિબ્બલે ગુજરાત પેટાચૂંટણી વિશે કોંગ્રેસ ઉપર હુમલા કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આઠેય બેઠકો હારી ગયા અને 65 ટકા વોટ ભાજપના ખાતામાં જતા રહ્યા।
મધ્યપ્રદેશમાં કોંગ્રેસથી પક્ષપલટો કરનારાઓની 28 બેઠકો ખાલી થઇ હતી અને તેમાંથી કોંગ્રેસ માત્ર 8 જ બેઠક જીતી શકી આમ વિરોધ કરતા અગાઉ કપિલ સિમ્બલએ જુલાઈમાં જ પાર્ટીની બેઠકમાં ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા અને પછી 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો પરંતુ કોઈ ચર્ચા પણ ન થઇ અને કોઈ આગળ પણ ન આવ્યું। આખરે કોંગ્રેસમાં ઘણા દિવસથી આંતરિક વિખવાદ ખુલીને સામે આવી ગયો છે જેમાં કપિલ સિબ્બલે પાર્ટીની વિરુદ્ધ બોલવાનું શરુ કરતા કોંગ્રેસમાં કકળાટ શરુ થયો છે