કોરોના વેક્સિનને લઇ પીએમ મોદીની રાજ્યો સાથે વર્ચ્યુલ બેઠકની સંભાવના

કોરોના વેક્સિનને લઇ પીએમ મોદીની રાજ્યો સાથે વર્ચ્યુલ બેઠકની સંભાવના

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા દેશભરમાં કોરોનાના કુલ કેસો 90 લાખથી વધારે નોંધાયા છે જેમાં 85 લાખથી વધારે દર્દીઓ સારવાર બાદ સાજા થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 4.5 લાખની નજીક છે. દેશમાં કોરોનાની રસીનો પ્રથમ જથ્થો જાન્યુઆરીના અંત સુધી અથવા ફેબ્રુઆરીની શરુઆત સુધીમાં આવી શકે છે જેને લઇ આ રસી સૌપ્રથમ કોને આપવી તેને લઇ આયોજન ઘડાય રહ્યું છે જેમાં આ રસીને પહેલા ફ્રન્ટલાઈન વર્કસ જેમ કે ડૉક્ટર, નગરપાલિકાના કાર્યકર્તાઓને આપવામાં આવશે. હાલ માંજ કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે અને યૂનાઈટેડ કિંગડમની મંજૂરી મળતાની સાથે ભારત સરકાર આ રસી માટે એસઆઈઆઈને મંજૂરી આપી દેશે।
સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભારત સરકાર મોટા પ્રમાણમાં રસી ખરીદશે જેથી સરકાર તરફથી કિંમતમાં સમજૂતી કરવામાં આવી છે. 2 ડોઝ વેક્સીન માટે અંદાજિત 500 થી 600 રુપિયા આપવા પડશે। કોરોના વેક્સિનને લઇ પીએમ મોદી આવતીકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યૂઅલ બેઠક કરી શકે છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી રહેશે। બેઠકમાં રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. દેશમાં રસી બનાવનારી 4 કંપનીઓ ક્લિનિકલ પરીક્ષણના બીજા અથવા ત્રીજા ચરણ પર છે જેને લઇ આ બેઠકમાં તેના વિતરણ પર ચર્ચા કરી શકાય છે. દેશમાં કોરોનાના કેસ એકવાર ફરી વધવા લાગ્યા છે. ત્યારે કોરોનાની રસી જલ્દી ઉપલબ્ધ કરાવવી જરુરી છે