કોવિડ-19 ગાઈડલાઇનનું ઉલ્લંધન કરનારાઓ પાસેથી દંડ વસુલ કરવાને લઇ દિલ્હી હાઇકોર્ટ શું કહ્યું વાંચો

કોવિડ-19 ગાઈડલાઇનનું ઉલ્લંધન કરનારાઓ પાસેથી દંડ વસુલ કરવાને લઇ દિલ્હી હાઇકોર્ટ શું કહ્યું વાંચો

કોવિડ-19 ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવાના મામલે દિલ્હી હાઈકોર્ટે ટીપ્પણી કરતાં પોલીસ અને વહીવટી તંત્રને કડક તાકિદ કરી છે કે રોકડ દંડ વસૂલવાથી બચવું જોઈએ અને આ માટે દિલ્હી સરકારે પોર્ટલ બનાવવું જોઈએ।કોર્ટે એક મહિનામાં કોરોનાને કારણે 2000થી વધુ લોકોના મોત થતાં ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કોર્ટે દિલ્હી સરકાર પાસેથી માહિતી માંગી છે કે મહામારીના તબક્કામાં દંડની રકમનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવી રહ્યો છે ?
વિવાહ સમારોહમાં સામેલ થનારા લોકોની સંખ્યા ફરીથી ઓછી કરીને 50 કરવામાં આવતાં અદાલતે પૂછયું કે આ નિયમને કેવી રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે ? અને તેને લાગુ કરવા માટે શું પ્રોટોકોલ બનાવાયા છે કારણકે શિયાળાની સીઝનમાં મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે. કોર્ટે પૂછ્યું તમને કેવી રીતે ખબર પડશે કે કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે ?
તમે વ્યવસ્થિત તપાસની વ્યવસ્થા કરી છે ?
તમારો પ્રોટોકોલ શું છે ? ભૂલતાં નહીં કે આ સીઝનમાં અનેક લગ્ન થઈ રહ્યા છે અને આગામી સમયમાં થવાના પણ છે તેથી એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે વિવાહ સ્થળ ‘સુપર સ્પ્રેડર’ બની નહિ જાય જેના માટે તમારી પાસે એક પ્રોટોકોલ હોવો જોઈએ। કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે છે કે તે પોતાની આગલી સ્થિતિ રિપોર્ટમાં સ્પષ્ટ કરે કે મહત્તમ 50 લોકોના સમારોહમાં સામેલ થવાના નિયમોનું અનુપાલન કરાવવા માટે કેટલા નિરીક્ષણ કરવામાં આવ્યા છે અને ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે. વધુ સુનવણી તા.3 ડિસેમ્બર થશે. ન્યાયમૂર્તિ હિમા કોહલી અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની પીઠે કહ્યું કે અત્યારની સ્થિતિમાં રોકડ લેવડ દેવડથી બચવાની જરૂર છે અને દંડ ચૂકવણા માટે ઈ-માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ। જો દંડ ભરવા માટે પહેલાંથી પોર્ટલ ઉપલબ્ધ નથી તો તે તાકિદે બનાવવું જોઈએ. જોસરકારે દંડની વૂસલાત માટે કોઈ ઓનલાઈન વ્યવસ્થા ન કરી હોઈ તો લોકોએ નજીકના સેન્ટર પર જઈને દંડ ભરવો પડશે ? જેન લઇ કોર્ટે પોલીસે અને સરકાર બન્ને પાસેથી જવાબ માગ્યો છે