કચ્છ : અદાણી સંચાલિત સરકારી હોસ્પિટલને સુવિધાઓથી સુજજ કરાઈ રહી

કોરોનાની બીજી લહેર શાંત પડી ગઈ છે પણ ત્રીજી લહેરનો ખતરો હજી મંડરાઈ રહ્યો છે ત્યારે ભુજમાં આવેલી અદાણી સંચાલિત સરકારી હોસ્પિટલને સુવિધાઓથી સુજજ કરવામાં આવી રહી છે.ભુજના પ્રાંત અધિકારી અતિરાગ ચાપલોતે જણાવ્યું કે,ત્રીજી વેવમાં બાળકો પર અસર થવાની સંભાવના છે જેથી હાલમાં જી.કે.માં બાળકો માટે 100 પીડિયાટ્રિક બેડ વધારવામાં આવ્યા છે ઉપરાંત ઓકિસજનના પાંચ પ્લાન્ટ કે જે 700 સિલિન્ડર અને લિકવિડ ઓકિસજન પ્લાન્ટ કે જે 1800 સિલિન્ડર ઓકિસજનની ક્ષમતા ધરાવે છે જેથી ઓકિસજનની કોઈ કમી નથી હાલમાં હોસ્પિટલમાં કુલ 750 બેડ છે જેમાંથી 600 થી વધુ બેડ ઓકિસજન સાથે કનેક્ટ છે વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે.ડોકટરો અને સ્ટાફને તાલીમ પણ આપી દેવાઈ છે.કોરોનાની ત્રીજી લહેર સામે લડવા જી.કે.જનરલ હોસ્પિટલ અને તંત્ર તૈયાર હોવાનું કહ્યું હતું.