કચ્છ : કોરોનાથી મૃત્યુ પામેલાઓની સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મદનપુર (સુખપર) તા. ભુજ ના સાવઁજનીક હિંદુ સ્મશાને જેમના અંતિમસંસ્કાર થયેલ છે એવા કોરોનાથી મૃત્યુ પામેલ લોકોની સ્મૃતિમાં 100 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો પુ. લક્ષ્મણજીવન દાસજી અને કપિલમુની દાસજીએ પાણી અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવીને કોરોના દરમિયાન સેવા સાધના કચ્છના માધ્યમથી સંધના સ્વયંસેવકો અને સેવિકા બહેનોઓ કરેલ સ્મશાનની કામગીરીને અજોડ ગણાવીને મૃતકોના સગાસંબંધીના હાથે એમના જ આથિઁક સહયોગથી કરાયેલ વૃક્ષારોપણના અનોખા વિચારને બિરદાવ્યો હતો અને ભુજ મંદિર પણ આવનારા દિવસોમાં પ્રસાદીના વૃક્ષોના બીજમાંથી તૈયાર કરાયેલ બે લાખ રોપાઓ તૈયાર કરીને વાવેતર કરશે એવી માહિતી આપી હતી.
પોતાના સ્વજનોની સંપુણઁ હિંદુ ધામિઁક વિધિ અને સન્માનપુવઁક થયેલ અંતિમવિધિ માટે સંઘના સ્વયંસેવકોનો ધન્યવાદ વ્યકત કરવાની સાથે હવેથી આ વૃક્ષમાં પોતાના સ્વગઁસ્થ સ્વજનના દશઁન થશે એવા ભાવ સાથે ગદગદ થઇને મૃતકોના પરિવારજનોએ વૃક્ષારોપણ કર્યું હતું.
મદનપુર મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અને અગ્રણીઓ, વનવિભાગના કમઁચારીઓ અને કાયઁમાં સહયોગી થયેલ સૌ યુવાન ભાઇઓ- બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાયઁક્રમમાં મોચીરાઇ સરકારી નસઁરીમાંથી રોપાઓનો સહયોગ મળેલ હતો જ્યારે આવેલ સૌને મંદિરના સંતો દ્વારા તૈયાર કરાયેલ તુલસીના રોપનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે 150 જેટલી ગાયોને દાતાના સહયોગથી લીલાચારાનું નિરણ પણ આપવામાં આવેલ હતું.
સ્મશાનના મુખ્ય દાતા નારણભાઇ શીયાણી વતી રામદાન ગઢવી અને સમિતિના કાયઁકર્તાઓએ વાવેતર થયેલ દરેક વૃક્ષના ઉછેર અને જતનની ખાત્રી સાથે સહયોગ બદલ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.