કચ્છ : પ્રાવથરીયા આહિર સમાજમાં ચારસો થી વધુ લગ્ન યોજાયા

હાલ ચાલી રહેલા કોરોના કાળ દરમિયાન લગ્ન પ્રસંગ મા સોશિયલ ડીસ્ટીંગ નો કડક અમલ કરવા મા આવી રહ્યો છે ત્યારે રાપર ભચાઉ તાલુકામાં વસતા પ્રાવથરીયા આહિર સમાજ મા આજે લગ્ન પ્રસંગ ઉજવવા મા આવ્યો હતો દર વર્ષે વૈશાખ સુદ હોય. છે પણ આ વર્ષે કોરોના ને કારણે 15 દિવસ મોડા એટલે કે આજ ના દિવસે રાખ્યા હતા રાપર તાલુકાના રામવાવ ખેંગારપર ગવરીપર કુડા તેમજ ભચાઉ તાલુકાના મનફરા ચોબારી રતનપર અમરાપર ગણેશપર કલ્યાણપર ધોરાવીરા સહિત ના ગામો એ મળી વાગડ પ્રાવથરીયા આહિર સમાજ મા ચારસો થી વધુ લગ્ન યોજાયા હતા જેમાં સરકાર ની ગાઈડ લાઈન મુજબ લગ્ન પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખડીર વિસ્તારમાં રૂપેશ રણમલ છાંગા..જીલ્લા પંચાયત સભ્ય
હમીર કરશન વરચંદ..કારોબારી ચેરમેન ભચાઉ તાલુકા પંચાયત
દશરથ વેલજી છાંગા.સરપંચ રતનપર ડાયાલાલ વરચંદ સામજીભાઈ ઢીલા ખીમજીભાઈ આહિર
નરેન્દ્ર આર ગઢવી.આધોઇ જિલ્લા પંચાયત સભ્ય
કરશન બીજલ વરચંદ તેમજ રામવાવ ખેંગારપર ગવરીપર કુડા વિસ્તારમાં અનુક્રમે કરશનભાઈ મણવર બબાભાઈ આહિર કાયાભાઈ આહિર અરજણભાઇ ડાંગર ખેગારભાઈ ઈશ્વર ભાઈ રાણાભાઈ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ અંગે રતનપર ખડીર ના યુવા અને શૈક્ષણિક લાયકાત ધરાવતા સરપંચ દશરથભાઈ આહિરે જણાવ્યું હતું કે હાલમાં કોવીડ અંતર્ગત સરકાર ની ગાઈડ લાઈન મુજબ લગ્ન પ્રસંગ યોજાયો હતો ચાલીસ જેટલા લોકો જાન મા ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત આહિરરાત ના પોષક મા લગ્ન પ્રસંગ ઉજવવા મા આવ્યો હતો સાદાઈથી લગ્ન પ્રસંગ હોવાથી આજે લગ્ન પ્રસંગ ઉજવવા મા આવ્યો હતો આમ પંદર દિવસ બાદ લગ્ન પ્રસંગ ઉજવાયો હતો