ખેડબ્રમ્હા : કોરોના રસીકરણ ઝુંબેશએ તાલુકામાં જોર પકડ્યું

કોરોના મહામારીની વચ્ચે ભારત સરકારે 16 જાન્યુઆરીથી કોરોના સામે લડવા માટે કોરોના રસીકરણની પણ ઝુંબેશ ઉપાડી છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ એવા આદિવાસી ખેડબ્રહ્મા તાલુકામાં પણ કોરોના રસીકરણ હરણ ફાળ ભરી રહ્યુ છે.
અત્યારે હાલ દિનપ્રતિદિન કોરોનાના કેસોનો વધારો થતો જાય છે પણ સામે કોરોના સામે જંગ લડવા માટે સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ એવા આદિવાસી ખેડબ્રહ્મા તાલુકામાં પણ કોરોના રસીકરણની પણ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. કોરોના રસીકરણ શરુ થયુ ત્યારથી આજ દિવસ સુધીમાં ખેડબ્રહ્મા તાલુકામાં 9285 વ્યક્તિઓને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને પહેલી એપ્રિલથી 45 વષઁની ઉપરની વય જુથના 14854 વ્યક્તિઓનુ રજીસ્ટ્રેશન તથા સવેઁ ની કામગીરી શરુ કરી દેવામાં આવી છે તેવુ ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી આર.ડી. ગોસ્વામીએ વધુમાં જણાવતાં કહયુ હતુ કે, આ રસીકરણ માટે માઈક્રો પ્લાનિંગ મુજબ ખેડબ્રહ્મા તાલુકાના 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 1 સી.એચ.સી., સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ અને 46 સબ સેન્ટર ખાતે રસીકરણ કરવામાં આવશે. અત્યારે હાલ ખેડબ્રહ્મા તાલુકામાં 150 જેટલા એન્ટીજન તથા આર.ટી.પી.સી.આર. જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે.