ગુજરાતના આરોગ્યમંત્રી કુમાર કાનાણીની અપીલ - સોસાયટીઓ લોકડાઉંન કરો

ગુજરાતના આરોગ્યમંત્રી કુમાર કાનાણીની અપીલ - સોસાયટીઓ લોકડાઉંન કરો

ગુજરાતમાં એક તરફ દિવાળીના પર્વની ઉજવણીમાં લોકો ઉત્સાહિત છે તો બીજી તરફ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલમાં ફરી વધી રહેલા કોરોના કેસોના કારણે તમામ સોસાયટી પ્રમુખોને સોસાયટી લોકડાઉન કરવા અંગે જણાવતા કુમાર કાનાણીએ સોસાયટી પ્રમુખોને સરકારી આદેશોનું પાલન કરવા પણ કહ્યું છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વધતા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરતાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી - મંત્રીને અપીલ કરી છે કે બહારથી આવતા સગાસંબંધી, મિત્રોને આવવાની ના પાડો. વિદેશથી સોસાયટીમાં કોઇ આવ્યું હોય તો તેની તંત્રને જાણ કરો.
હાલમાં કોરોનાની બીજી લહેર શરુ થઇ હોઈ ગુજરાતમાં કોરોનનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. એક દિવસમાં કોરોનાના 926 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી 5 લોકોનાં મૃત્યું થયા છે. દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઇને આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ તમામ સોસાયટી પ્રમુખોને સોસાયટી લોકડાઉન કરવા અંગે અપીલ કરી છે.
અમદાવાદમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોની બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. કોરોના સમાપ્ત થઈ ગયો હોવાની ભૂલ ભારે પડી છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતી બજારો અને જાહેર સ્થળો પરની ભીડે શહેરમાં સંક્રમણ ફેલાવી દીધું છે. હૉસ્પિટલની ખાલી પડેલી પથારીઓ ટપોટપ ભરાવા લાગી છે. દરમિયાન ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી બાદ બેસતા વર્ષની રાત અમદાવાદ સિવિલ માટે ભારે રહી છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં બેસતા વર્ષની રાતે 88 નવા કેસ આવ્યા છે. અગાઉ કાળી ચૌદશની રાતે 91 સિરિયસ દર્દી દાખલ થયા હતા. કેસમાં વધારો થવાના કારણે તબીબોએ નવા વર્ષની રાત પણ હૉસ્પિટલમાં જ ઊજવી છે. દર્દીઓનો ધસારો વધી જવાના કારણે સિવિલમાં રાતોરાત નવો વોર્ડ ખોલવાની ફરજ પડી જ્યારે એક ICU વિંગ પણ શરૂ કરવામાં આવી હતી.