ગુજરાતમાં કોરોના સંક્રમણ ફરી વધ્યું - જુઓ જિલ્લાવાર કોરોના કેસની સંખ્યા

ગુજરાતમાં કોરોના સંક્રમણ ફરી વધ્યું - જુઓ જિલ્લાવાર કોરોના કેસની સંખ્યા

શિયાળાની શરૂઆત અને તહેવારોની મૌસમ જામી છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે ચેતવણી આપવામાં આવી છે. જો કે આ તમામ પ્રકારની ચેતવણી અવગણીને ગુજરાતીઓ ટહેલવા નીકળી પડ્યા છેપરંતુ આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં થોડાક દિવસોથી કોરોના વાયરસે ફરીથી માથું ઉચક્યું છે જેનું મ,ઉખય કારણ મહાનગરોમાં લોકો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સંક્રમણનું પ્રમાણ ફરી વધી રહ્યું છે આમ થોડી રાહત બાદ ફરી કોરોના સંક્રમણ વધતા સોમવારે કોરોનાના નવા 926 કેસો સામે આવ્યા હતા ત્યારે આજે નવા 1100 થી વધુ કેસ પોઝીટીવ આવ્યા છે. હાલ 12,458 એક્ટિવ કેસ છે જેમાંથી 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,384 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,74,088 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 1,90,361 પર પહોંચી છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,125 કેસ નોંધાયા છે જ્યારે 7 દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક 3815 થયો છે અને આજે 1116 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ કોરોના કેસ અમદાવાદ જિલ્લ્માંથી મળી આવ્યા છે. વિગતવાર જિલ્લાઓમાં આવેલા કેસોની માહિતી।...અમદાવાદ : 234 - સુરત : 180 - વડોદરા : 133 - રાજકોટ : 92 - મહેસાણા : 60 - ગાંધીનગર : 58 - બનાસકાંઠા : 52 - સુરેન્દ્રનગર : 45 - પાટણ : 34 - મહીસાગર : 25 - કચ્છ : 23 - જામનગર : 22 - દાહોદ : 18 - આણંદ : 17 - ભરૂચ : 16 - પંચમહાલ : 15 - સાબરકાંઠા : 14 - ખેડા : 12 - મોરબી : 12 - અમરેલી : 11 - જૂનાગઢ : 19 - ગીર સોમનાથ : 6 - અરવલ્લી : 5 - ભાવનગર : 7 - છોટાઉદેપુર : 4 - બોટાદ : 3 - દેવભૂમિ દ્વારકા : 3 - નર્મદા : 3 - નવસારી : 2 કેસો નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે અમદાવાદમાં આગામી દિવસોમાં જો આવી જ સ્થિતિ જળવાઈ રહી તો હોસ્પિટલ ફૂલ થવાની શક્યતાઓ નકારી શકાય તેમાં નથી ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા મનપા તંત્રએ કમરકસી છે અને બેડ ખૂટે તો કિડની અને કેન્સર હોસ્પિટલના બેડ ઉપયોગમાં લેવામાં આવશે તેવી જાહેરાત કરી છે. મે મહિના કરતા પણ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.