ગીર સોમનાથ : કોડીનારમાં બાઇક રેલી યોજી સી.આર પાટીલે સભા ગજવી

ગીર સોમનાથ ના કોડીનાર મા ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલ ની બાઇક રેલી યોજી ભાજપે શક્તિ પ્રદરસન અને માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો
સોરાષ્ટ્ર અને ગીર ના ગામોમાં કોંગ્રેસ હજુ પણ માથું ઉચકી રહી છે જેને લય ભાજપ ના મનસુખ માડવીયા બાદ હવે સીઆર પાટીલ ને કોડીનાર આવી સભા ગજવવાની ફરજ પડી રહી છે
સી.આર પાટીલે ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરાયેલા કામો ને લય મત માંગ્યા
પાટીલે કહ્યું કે મોદી આવ્યા બાદ ભાજપ સક્ષમ બન્યું અને રામ મંદિર નું નિર્માણ કાર્ય શરૂ થયું
વિદેશીઓ હવે તાજ મહેલ નહિ પણ સરદાર નું સ્ટેચ્યયુ જોવા આવી રહયા છે.
પણ કોંગ્રેસીઓ નથી આવતા કારણ કે તેને મેડમ અને પપુ નો ડર લાગે છે
કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા બાદ પાટીલે કહ્યું કે ભાજપ પાસે બે બ્રહ્માસ્ત્ર છે. એક નરેન્દ્ર મોદી નું નામ અને બીજું પેજ પ્રમુખ
નરેન્દ્ર મોદી નું નામ છે જેના કારણે આપડે કરેલી નાના મોટી ભૂલો લોકો ભૂલી જાય છે
સીઆર પાટીલે ખેડૂતો ને લય નિવેદન આપતા કહ્યું કે
કોંગ્રેસ ના રાજ મા ખેડૂતો વ્યાજે પૈસા લેતા જમીન વહેંચતા
મોદી સરકારે ખેડૂતો ને દર વર્ષ 6 હજાર રૂપિયા જમા કરાવી રહી છે
ખેડુતો ને હવે વીમો ભરવાની પણ ચિંતા નથી કે રાત્રે જાગવાની પણ
અમે દિવસે વીજળી આપી ખેડૂતો ના ઉજાગરા દૂર કર્યા છે
સીઆર પાટીલે ઉમેદવારો ને કહ્યું કે તમે તમારા કામ ના કારણે કે કોઈ કુનેહ ના કારણે જીતતા નથી
પણ કાર્યકર્તાઓ ની મહેનત મતદારો ના મત અને કમલ ના કારણે જીતો છો
હાલ ગીર વિસ્તાર મા ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે
ભાજપે ટિકિટ ન આપી. હોવાને લઇ અને નવા નિયમો ને લય અનેક લોકો અસનતુષ્ટ છે તો ભાજપ જ ભાજપ ને કાપે તેવી આશનકા છે જેના કારણે સીઆર પાટીલ આજે ગીર ના કોડીનાર પહોંચ્યા હતા.