ચલથાણ : ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાતી કાર્ડ ખેલાયેલો હોય તેવું સ્પષ્ટ ચિત્ર

કડોદરા નગરપાલિકાની સત્તા હાંસલ કરવા ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીઓ દ્વારા અહીંના તમામ સાત વોર્ડનાં જાતી આધારીત સમીકરણો ધ્યાનમાં લઈ ઉમેદવારો પસંદ કરવામાં આવ્યાં છે જેમાં માત્ર ૧૯-૨૦ નો ફર્ક સાફ જોઈ શકાય છે તે જોતાં એકસમાન સમીકરણો પ્રમાણે અન્ય પાર્ટીનાં ઉમેદવારો જો સેંધ પાડવામાં કામયાબ રહેશે તો અમુક બેઠકો પર સમીકરણો ની ઐસીતૈસી પરીસ્થિતિ સર્જાશે તો નવાઇ નહી.
કડોદરા નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ ભાજપ કોંગ્રેસ પાર્ટીનાં તમામ અઠ્ઠાવીસે અઠ્ઠાવીસ ઉમેદવારો માટે કસોટી ભરેલી રહેશે બન્ને પાર્ટી સંગઠન દ્વારા તમામ સાત વોર્ડમાં જાતી કાર્ડ ખેલાયેલો હોય તેવું સ્પષ્ટ ચિત્ર જોવાં મળી રહયું છે ભાજપ દ્વારા વિસ્તાર અનુરૂપ ૧૧ જેટલા ઉમેદવારો ઉતર ભારતીય સમુદાઈ માંથી આવે છે જ્યારે કોંગ્રેસે ૧૨ જેટલા ઉતર ભારતીય ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જયારે સ્થાનીક ગુજરાતીઓમાં ભાજપે ૧૦ તો કોંગ્રેસે ૧૨ ઉમેદવારો ઉતાર્યા છે જેમાં વોર્ડ નંબર બેમાં ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીએ પોતાનાં ચાર-ચાર ઉમેદવારો ગુજરાતી જ રાખ્યાં છે જેનું મુખ્ય કારણ ગુજરાતી બહુમુલ વોર્ડ હોય અહીં પર પરપ્રાંતિય વસ્તી નહીંવત બરાબર છે જયારે બન્ને પાર્ટીઓમાં પાંચ - પાંચ ગુજરાતી મહિલાઓને એકસમાન સ્થાન આપવામાં આવ્યું છે.  
આજ રીતે જાતી આધારિત વિસ્તાર પ્રમાણે ભાજપ દ્વારા ૪ મહારાષ્ટ્રીયન ઉમેદવારો તો કોંગ્રેસ દ્વારા ત્રણ મહારાષ્ટ્રીયન ઉમેદવારો પસંદગી ઉતારવામાં આવી છે જ્યારે જાતી આધારિત વિસ્તાર અનુરૂપ ભાજપ દ્વારા રાજસ્થાન, હરીયાણા તેમજ ઉડીસા સમુદાઈના એક-એક ઉમેદવારો ની પસંદગી કરાઇ છે જ્યારે કોંગ્રેસે દ્વારા માત્ર રાજસ્થાન સમુદાઈના એક ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે જે જોતા બન્ને પાર્ટી સંગઠન દ્વારા ઉમેદવારો પસંદગી બાબતે માત્ર ૧૯ -૨૦ નો ફર્ક સાફ જોઈ શકાય છે અને જ્યારે વોર્ડ વાઈસ નજર કરીએ તો વોર્ડ નંબર ચાર લધુમતી સમુદાઈ મતદાતાઓનો વિસ્તાર હોય બન્ને પાર્ટી દ્વારા અહીં પર બે-બે ઉમેદવારો મુસ્લીમ વર્ગમાંથી મુકવામાં આવ્યાં છે પરતું નગરપાલિકા ની સામાન્ય ચૂંટણીમાં અન્ય આમ આદમી, બહુજન સમાજ પાર્ટી સહિતની અન્ય અપક્શ ઉમેદવારો અમુક વોર્ડની બેઠકો પર અહીંના જાતી આધારીત સમીકરણો ની ઐસીતૈસી કરી દેશે તેવો પણ ભય સેવાઇ રહ્યો છે જેઓ કોઈ અહીં પર એક પણ બેઠક હાંસલ કરવાનાં નથીં પરતું ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીનાં ઉમેદવારો માટે અમુક બેઠકો પર ફાયદાકારક અથવા નુકશાનદેહી પણ નીવડી શકે છે    કારણકે અહીંની સાત વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ ૭૩ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
જોકે ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીનાં ઉમેદવારો ને ફાયદાકારક અથવા નુકશાનદેહી થાય તેવાં બે વોર્ડ જણાય રહ્યા છે વોર્ડ નંબર ત્રણ તેમજ સાતમાં આ સંભાવના પ્રબળ બની રહેશે કારણ કે વોર્ડ નંબર ત્રણમાં કુલ ૧૨ ઉમેદવારો તો વોર્ડ નંબર સાતમાં સૌથી વધું ૧૩ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણનાં મતદાતાઓ એવાં ભાણીયા અને ભત્રીજાઓની અગ્નિ પરીક્ષા ૨૮ તારીખના રોજ થશે જેનું મુખ્ય કારણ ભાજપ, કોંગ્રેસ ઉમેદવારો સાથેનાં વ્યકિતગત સબંધો મનાય  છે જ્યારે વોર્ડ નંબર સાતમાં મહારાષ્ટ્રીયન તેમજ ઉતર ભારતીય વોટોરોની સંખ્યા મોટાં પ્રમાણમાં હોવાનાં કારણે અહીં પણ વ્યક્તિગત ઉમેદવારો પર મતદાતાઓ પોતાની પસંદગી ઉતારશે કે પછી મહારાષ્ટ્રીયન સમુદાઈ મતદાતાઓ ગુજરાત પ્રદેશ અધ્યક્શશ્રી સી.આર.પાટીલ સાહેબની સાથે કમળ નો સિમ્બોલ જોડાયેલ હોવાનાં કારણે મહારાષ્ટ્રીયન મતદારોને ભાજપ તરફ આકર્ષિત કરશે તે જોવું રહ્યું.